બીલીમોરામાં રહેતા અને શીપમાં નોકરી કરતા યુવકનું દેસરા પાસે ટ્રેન અડફેટે આવતાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. જોકે રેલવે પોલીસે પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપ્યો હતો. મળતી માહિતી અનુસાર, બીલીમોરાનાં શ્યામનગર-2માં રહેતા જીગર ભગવાનદાસ ટંડેલ (ઉ.વ.35) ગતરોજ સવારના 11 વાગ્યાના અરસામાં બીલીમોરા રેલવે સ્ટેશને પશ્ચિમે દેસરા રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યાં હતા. જ્યાં સુરત તરફ ડાઉન લાઈન પરથી પસાર થતી ગુડ્સ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જયારે ટ્રેન અડફેટે તેમને હાથ, કમર તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.
જયારે તેને પહોંચેલી ગંભીર ઇજા કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ ટ્રેનના ડ્રાઇવરે રેલવે પોલીસને કરી હતી. જોકે મૃતક પાસેથી મળી આવેલા મોબાઈલનાં આધારે તેની ઓળખ થતા પરિવારજનો તરત જ રેલવે આઉટ પોસ્ટ ચોકી પહોંચી ગયા હતા. આમ, પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પીએમ કરાવી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. મૃતક જીગર ટંડેલ શિપિંગ કંપનીમાં નોકરી કરતો હતો. તેમના ઘરે તેઓ તેમની પત્ની અને માતા-પિતા સાથે રહેતા હતા. જયારે યુવકનાં અવસાનના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application