નવસારીનાં અડદા ગામે રહેતા કાનજીભાઈ આહિરે તેમના ભત્રીજા ચિંતન અનિલભાઈ આહીર અને કેવલ ધીરૂભાઈ આહીર તેમની બાઇક નંબર GJ/21/8398 લઈને સાંજે નવસારી તરફ આવતા હતા. દરમિયાન કણાઈ ખાડી ગણદેવી રોડ પાસેથી પસાર થતા હતા, તે સમયે પાછળથી ટ્રક નંબર GJ/21/T/3437નાં ચાલક સોનિયાભાઈ વાગરિયા વળવી (હાલ રહે.ગણદેવી સુગર ફેકટરીમાં, મૂળ રહે.નંદુરબાર) નાએ પૂરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારી હતી. જેને પગલે બાઈક પર સવાર ચિંતન અને કેવલ રોડ પર પટકાયા હતા જેને કારણે ગંભીર ઈજાને પગલે ચિંતન આહીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કેવલ આહિરને શરીરે ઇજા પહોંચી હતી. ઘટના બાદ ટ્રક ચાલક સોનિયાભાઈ ભગવાન પ્રયત્ન કરવા જતા લોકોએ ઝડપી પાડી મારમારી પોલીસને જાણ કરી સોંપ્યો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application