નવસારીની પોદાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકાની મોપેડને દાંડી-સિસોદ્રા રોડ પર ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાનાં કારણે શિક્ષિકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મહુવાનાં કવિઠા ગામે રહેતા મિનેશ પ્રવિણભાઈ ચૌહાણે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી કે તેઓ ગોધરામાં નોકરી કરે છે અને તેમની પત્ની મોનિકાબેન અને પુત્ર સાથે કવિઠા ગામે રહે છે. જોકે મોનિકાબેન નવસારીની પોદાર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. તેઓ દરરોજ મોપેડ પર અપડાઉન કરતી હતી. જેથી ગત તા.25મી નવેમ્બરનાં રોજ મોનિકાબેન શાળામાંથી મોપેડ નંબર GJ/21/BP/3553 પર ઘરે પરત જઇ રહ્યાં હતા.
તે દરમિયાન સિસોદ્રા-દાંડી રોડ પર ટ્રક નંબર RJ/40/GA/4422નાં ચાલકે પૂરઝડપે હંકારી લાવી આગળ ચાલતી મોપેડને ટક્કર મારી હતી. જેને પગલે મોનિકાબેન રોડ પર ફંગોળાતા ગંભીર ઈજા પહોંચી હતી. મિનેશભાઇને અજાણ્યા જાગ્રત નાગરિકે ફોન કરી નજીકમાં આવેલ મોનિકાબેનને હોસ્પિટલમાં લઈ જતા હોવાનું જણાવ્યું હતું. મિનેશભાઈ તરત નવસારી આવ્યા હતા અને ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે 3 દિવસની સારવાર બાદ મોનિકાબેનનું મોત થયું હતું. બનાવ અંગે GIDC ચોકીમાં જાણ કરતા PSIએ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application