નવસારીનાં વાંસદા તાલુકામાં આવેલા નેશનલ હાઇવે નંબર-56 પર વહેલી સવારે વાડીચોંઢા ગામ નજીક હાઇવેનો એક ભાગ બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તેમજ હાઇવે પરથી વહેલી સવારે પસાર થતાં બે લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યાં છે. જયારે ઈજાગ્રસ્તોમાં એક વ્યક્તિની હાલત વધુ નાજુક થતાં સુરતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાડીચોંઢા ગામ નજીક આ બનાવ બનતા ગામના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરાતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application