નવસારીનાં વાંસદાનાં કંબોયા-વાંદરવેલા રોડ પર સામેથી આવતા ટેમ્પોને જોઇ સાઇડ પર કરતા બાઇક ખાડામાં પડી બાઈક સ્લીપ થઇ હતી. જોકે બાઇક સ્લીપ થતાં મહુવાનાં વહેવલ ગામની આધેડ મહિલાનું સામેથી આવતા ટેમ્પોનાં ટાયર નીચે આવી જતા મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં કંબોયા-વાંદરવેલા માર્ગ પર સુરતનાં મહુવા તાલુકાનાં વહેવલ ગામે રહેતો વિમલ લલ્લુભાઈ કોળચા પોતાની હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/19/BC/0933 પર તેની દાદી ઝવરીબેન ભગુભાઈ કોળચા સાથે કંબોયા ગામની હદમાં પસાર થઇ રહ્યો હતો.
તે દરમિયાન સામેથી આવતા આઇસર ટેમ્પો નંબર GJ/21/W/9572ને પગલે વિમલે બાઈકને માર્ગની સાઇડ પર લઇ જતા બાઈક માર્ગ પર પડેલ ખાડામાં પડી સ્લીપ થઇ ગઈ હતી. જેને પગલે બાઇક પર પાછળ બેસેલી ઝવરીબેન કોળચા સામેથી આવતા ટેમ્પોના ટાયર નીચે આવી ગઈ હતી. જેથી તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતકનો મૃતદેહ વાંસદા કોટેજ હોસ્પિટલમાં પી.એમ. માટે લઇ જવાયો હતો. વાંસદા પોલીસે ઘટના સ્થળે જઈ ટેમ્પો અને બાઇકનો કબ્જો લીધો હતો. બનાવ અંગે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધાવતા આગળની તપાસ વાંસદા પોલીસે હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application