Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : ઘરમાંથી ચોરી થતાં ભાણેજ સામે ફરિયાદ નોંધાવી

  • November 14, 2022 

નવસારીનાં મહુડી ગામે વડોદરામાં રહેતા નિવૃત ઇસમનાં બંધ ઘરનો લાભ ઉઠાવી તેના જ સંબંધી મહિલાએ એક સગીરની મદદથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 91 હજારની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર, નવસારીનાં મહુડી ગામે મિંઢોળા ફળિયામાં રમેશ નાનુભાઈ પટેલનું ઘર આવેલું છે. તેઓ નિવૃત હોય વડોદરાના ગૌરવામાં રહે છે. તેઓ મહુડી ગામે તેમના ઘરે વર્ષમાં 3 કે 4 વાર આવતા હોય છે.

જોકે આ બાબતે તેમની ભાણેજ હિના પટેલ (રહે.મહુવા) નાને જાણ હતી. તેણીએ નવસારીનાં એક સગીરની મદદથી તારીખ 15થી 29 જુલાઈનાં સમયગાળા દરમિયાન મામા રમેશભાઈનું ઘર બંધ હોય તે તકનો લાભ ઉઠાવીને ઘરમાં મુકેલ સોના-ચાંદીના દાગીના, રોકડ 50 હજાર મળી 91,500/-ની મતાની ચોરી કરી હતી. બનાવ અંગે રમેશભાઇ પટેલને જાણ થતાં ભાણેજ સામે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application