નવસારીનાં જલાલપોર તાલુકાનાં વેડછા ગામે રહેતી વૃતિબેને મહિલા પોલીસમાં પતિ મનીષ રણજીત ટેલર સહિત સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, તેમના લગ્ન 2015માં થયા હતા. જોકે લગ્નના બે માસ સારી રીતે રાખ્યા બાદ નાની-નાની બાબતે માનસિક ત્રાસ અપાતા હતા અને તહેવારે પિયરે જવાની ના પાડતા હતા. વર્ષ -2018માં પુત્રીનો જન્મ થતા નણંદ પ્રીતિબેન (નવસારી), હેમાબેન (સુરત), પ્રીતિ પટેલ (સુરત) અને અર્ચના (રહે.નવસારી) નાએ અમને પુત્ર જોઈએ તેમ કહી મેણાં મારતા હતા અને પુત્રીનો ખર્ચ અમે આપવાના નથી. જયારે પતિ મનિષનો વોશિંગ અને ટ્રાવેલ્સનો ધંધો હોય તેણીને ઘરખર્ચના પૈસા આપતા ન હતા.
તેમજ પતિ મનિષ અને પિતા રણજીત ટેલરનું ઓપરેશન થતા તેના નાણાં પિયરેથી લાવવા જણાવ્યાં બાદ વૃતિબેને ના પાડતા પતિ અને અન્ય પિયર પક્ષે તેમને ત્રાસ આપતા હતા. તેમની દીકરીને શાળામાં મુકતા વેકેશનના મામાને ત્યાં વેડછા જવાનું હોય તેની પણ ના પાડી હતી પણ તેઓ પિયરે ગયા હતા. તારીખ 5મી મેના રોજ તેમના સસરાએ તેણીના પિતાને ફોન પર છૂટાછેડા માટે અચાનક માંગ કરી હતી, ત્યારબાદ સમાધાન બેઠકમાં વાત આવતા છૂટાછેડા માટે તમારે વૃત્તિબેન અને તેમની દીકરીના નામે પૈસા આપવા પડશે તેમ જણાવતા સમાધાન પડી ભાગ્યું હતું.
ત્યારબાદ શાળા ચાલુ થતા પુત્રીને શાળામાંથી તેમના પતિ જબરજસ્તીથી લઈ જતા શાળાના આચાર્યએ શાળાએ મોકલવાની ના પાડી હતી. જેથી તેની પુત્રીને લઈ શાળાએ જતા તેમના પતિ મનિષે રસ્તામાં જાહેરમાં બોલાચાલી કરી ગાળ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઈ અવારનવાર ધમકી આપી દહેજ માંગતા પતિ અને સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ તપાસ કરી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500