નવસારીનાં વાંસદા તાલુકામાં આંકલાંછ ગામે કોટરીયા ફળિયાનાં ખાડામાં ખુલ્લા ખેતરમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી રૂપિયા 47 હજાહરની રોકડ અને 4 વાહન મળીને કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી 7 આરોપીની ધરપકડ કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકામાં લાંબા સમયથી જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલ સુધી પહોંચી હતી.
જેને પગલે રેઈડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ અને અધિકારીઓને જોતા જ જુગારીયાઓમાં નાસભાગ પહોંચી જવા પામી હતી. આમ, સ્થળ પરથી રોકડ સહિત જુગારમાં ઉપયોગી સાધન સામગ્રી, વાહન, રોકડ રૂપિયા 47000 જપ્ત કરી રૂપિયા 2,00,000/-થી વધુનો મુદ્દામાલ અને 7 આરોપીની ધરપકડ કરવા સાથે અન્ય 4 ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે. બનાવ અંગે આ સમગ્ર કેસની તપાસ ખેરગામ પી.એસ.આઇ.ને સોંપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500