Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : શેરડી ભરેલી ટ્રકે કારને અડફેટે લેતાં કાર નહેરમાં ખાબકી જતાં 2નાં મોત

  • December 09, 2022 

નવસારીનાં ચીખલી તાલુકાનાં રાનકુવા ગામ નજીક સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં શેરડી ભરેલી ટ્રકે કારને અડફેટે લેતાં કાર નહેરમાં જઈને ખાબકી હતી. જેથી તાત્કાલિક સ્થાનિક ગ્રામજનોએ અકસ્માત થતા મદદ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યાં હતા. જોકે અકસ્માત એટલો તીવ્ર હતો કે, નહેરમાં પડેલી કારનો ભૂખો બોલાઈ ગયો હતો. તેમજ શેરડી ભરેલી ટ્રક પણ પલટી મારતા રોડ પર શેરડી પથરાઈ ગઈ હતી.




જેને કારણે અન્ય વાહન ચાલકોને પણ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જોકે અકસ્માતની ઘટના બનતા ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી છુટ્યો હતો. જોકે આ સમગ્ર અકસ્માતમાં 2ની સારવાર દરમિયાન મોત થયા હતા અને આ ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News