ચીખલીનાં સરવૈયામાં હાઇવે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા, જયારે ટ્રકમાં સવાર શ્રમજીવીઓને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, વલસાડ તાલુકાનાં કુંડી હાજી તળાવના સુરેશભાઈ પટેલની માલિકીની હાઇવા ટ્રક નંબર GJ/21/T/6796નાં ચાલક અશોકભાઈ બાબુભાઈ પટેલ (રહે.ખેરગામ, દાદરી ફળિયુ, તા.ખેરગામ) નાઓ ટ્રક લઈને ટાંકલથી સાણવલા તરફ જઈ રહ્યા હતા. તે સમયે સરૈયા ફેણીયા કોતર પાસે ટાટા ટેમ્પો નંબર GJ/19/V/1288નાં ચાલકે ટેમ્પો પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રક હાઇવા સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
જોકે અકસ્માતમાં ટ્રક ચાલક અશોકભાઈ પટેલને ઈજા થતાં સારવાર અર્થે સાંકલ્પ પી.એચ.સી.માં લઈ જવાતા ફરજ પરના તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ટેમ્પોમાં બેસેલ કિશોરભાઈ કાંતુભાઈ કોલધા (રહે.ઝેરવાવરા, કોળધીવાડ, તા.મહુવા, જિ.સુરત) નાનું મોત નીપજ્યું હતું. તેમજ હાઇવા ટ્રકનાં ક્લીનર અને ટેમ્પોમાં બેસેલ શ્રમજીવીઓને ઈજા થઈ હતી. જોકે આ અકસ્માત બાદ ટેમ્પોનો ચાલક અકસ્માત સ્થળે ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ચીખલી પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500