Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : રીક્ષા અને બાઈક વચ્ચેનાં અકસ્માત 2નાં મોત, પોલીસ તપાસ શરૂ

  • November 14, 2022 

વાંસદા-ધરમપુર રોડ ઉપર આવેલા મીંઢાબારી ગામ નજીક પુલ ઉપરથી ઊતરતી એક રિક્ષા ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને બાઈક ચાલકને વલસાડ રીફર કરતા સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા અને બાઈક ઉપર સવાર અન્ય લોકોનાં નાની મોટી ઈજાઓ થતાં સારવાર હેઠળ છે.


મળતી માહિતી મુજબ, વાંસદા-ધરમપુર નેશનલ હાઇવે ઉપર આવેલા મીંઢાબારી ગામ નજીક ટેકરા ઉતરતા રીક્ષા નંબર  DD/01/F/9611નો ચાલક રાજુભાઈ શશિભાઈ ખારવા (ઉ.વ.20,રહે.ચંપાવાડી,વાંસદા) નાએ માતા ઉષાબેન શશિભાઇ તથા કાંતિલાલ, ઈશ્વરભાઈ દેવી પૂજક તથા ગૌરીબેન દેવી પૂજક, લક્ષ્મણભાઈ, નટુભાઈ દેવીપૂજક, કલ્પેશ દેવીપૂજક, વૈભવ દેવીપૂજક, બાળીબેન દેવીપૂજક તથા અન્ય માણસો સાથે સામાજિક કામ અર્થે વલસાડ તરફ જવા નિકળેલા હતા.


તે દરમિયાન સવા બારેક વાગ્યાનાં અરસામાં સામેથી એક બાઈક નંબર GJ/15/DB/506નો ચાલક રમેશભાઈ દશરથભાઈ ગાવિત (રહે.જવાડ, સુતારપાડા, તા.કપરાડા) એક મહિલા અને છોકરી સાથે આવી બાઈક રીક્ષા સાથે અથડાતા રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા બાઈક ચાલક અને મહિલાને ઈજાઓ થતા 108ની મદદથી વાંસદા કોટેજ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ સારવાર માટે વલસાડ રિફ્રર કરતા બાઈક ચાલકનો રમેશ દશરથનું વલસાડ સિવિલમાં મોત નીપજ્યું હતું.

તેમજ મહિલા તથા છોકરીને ઇજાઓ થતા વલસાડ રિફર કરાયા હતા અને રીક્ષા રોડ ઉપરથી ઉતરી જતાં પલટી મારતા રાજુભાઈ શશીકાંત ખારવાને માથાનાં ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રીક્ષામાં સવાર બાલીબેન તથા ગૌરીબેન, નાની મોટી ઈજાઓ થતા કોટેઝ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેની ફરિયાદ કાંતિલાલ મધુભાઈ દેવીપૂજક (રહે.વાંસદા, ચંપાવાડી)એ વાંસદા પોલીસ મથકે રીક્ષા ચાલક વિરૂધ્ધ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મરનારનાનો પી.એમ.કરાવી આગળની તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application