Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી પોલીસનાં જવાનોની વાન ઝાડ સાથે ટકરાતા 10 કર્મીઓને નાની-મોટી ઈજા

  • January 03, 2023 

નવસારી પોલીસનાં જવાનો સવારે પરેડ માટે કૃષિ યુનિવર્સિટી નજીક આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર દરરોજ પરેડ માટે જાય છે. જોકે ગતરોજ સવારે પોલીસની એમટી વાન નંબર GJ/21/G/0782માં નવસારીથી પરેડ માટે નીકળ્યા હતા. તે સમયે સવારે 6.15 વાગ્યાનાં આસપાસ પોલીસ વાન એરૂથી દાંડીરોડ પર જતાં વેળા કાળા કપડાં પહેરેલ વ્યક્તિ જોગીંગ કરતો હતો પણ સવારનાં ઝાકળ અને અંધારાને પગલે આ વ્યક્તિને નજીક આવતા જોઈ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે રસ્તાની જમણી બાજુ વાન ઉતરી પડી વૃક્ષ સાથે ટકરાઈ ગઈ હતી. તેમાં વાનમાં બેસેલા 10 પોલીસ જવાનને નાની-મોટી ઇજા થઇ હતી. પરંતુ તમામ જવાનોનો અદભુત બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application