નવસારીનાં વાંસદા તાલુકાનાં ચઢાવ ગામે કાર પલ્ટી જતા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ચઢાવ ગામથી ઉનાઈ તરફ જતા રોડ પર જીગ્નેશભાઈ (ઉ.વ.28., રહે.ઘોડમાળ, ચિકાર ફળિયુ, તા.વાંસદા) પોતાના કબ્જાની કાર નંબર GJ/15/K/4823 લઈ વડજાખણ ગામ ખાતે ખેતીના કામકાજ અર્થે મજૂર લેવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ચઢાવ ગામ પાસે હાઇવે પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં પલ્ટી મારી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં જીગ્નેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાંસદા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application