Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બાઈક ચાલકને બચાવવા જતાં ટ્રક હાઈવે ઉપર પલટી, સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી

  • January 20, 2023 

નવસારી જિલ્લાનાં હાઇવે ઉપર અવારનવાર અકસ્માતની ઘટના સર્જાતી રહે છે. જયારે ફરીવાર એકવાર ભુલાફળિયા ગામ પાસે અકસ્માતમાં ટ્રક હાઈવે ઉપર પલટી ગયો હતો. જોકે સદ્દનસીબે કોઈપણ જાનહાની ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની વિગત એવી છે કે, નવસારી નજીક આવેલા ભૂલાફળિયા ગામ પાસે બાઇક ચાલકને બચાવા જતાં ટ્રક પલટી જતા અકસ્માત થયો હતો અને ટ્રકમાં ભરેલી ગુણી રોડ પર ફેલાઈ જવા પામી હતી.



જોકે અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ થયો હતો અને પોલીસ સ્થળ ઉપર આવી જઈ ટ્રાફિકજામ હળવો કર્યો હતો. જયારે આ ટ્રક અમદાવાદથી વાપી તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન વચ્ચે બાઈક ચાલક આવી જતા તેને બચાવવા માટે ટ્રક પલટી ગયો હતો. ટ્રક ચાલકનું આબાદ બચાવ થવા પામ્યો હતો જોકે આ હાઇવે ઉપર 24 કલાક વાહન ધમધમે છે જેથી વાહન ચાલકોએ ટ્રાફિકનાં નિયમો પાલન કરે તો અકસ્માતો થવાની સંખ્યામાં ઘટાળો થવાની શક્યતા ઓછી થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application