Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટ્રેક્ટર નીચે દબાઈ જતાં ચાલકનું મોત

  • November 05, 2022 

નવસારીનાં ચીખલી તાલુકાનાં કાકડવેલ વડ ફળીયા ખાતે રહેતા મહેશ અમ્રતભાઈ પટેલ પોતાના કબ્જાનું ટ્રેકટર નંબર GJ/11/E/0859 લઈ અંબાચ ગામે રહેતા સવિતાબેન પટેલનું ખેતર ખેડવા માટે ગયા હતા અને ખેતરની એક ક્યારી ખેડી બીજી ક્યારી ખેડવા જતા હતા. તે દરમિયાન પોતાના કબ્જાનું ટ્રેકટર બેફિકરાઈથી ચલાવી લાવી ટ્રેકટર ઊંધું વળી જતા ચાલક મહેશ પટેલ ટ્રેકટર નીચે દબાઈ જતા જમણા પગના ભાગે તેમજ છાતીના ભાગે ગુપ્ત માર વાગતા રૂમલા સીએચસી ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા હતા.




ત્યારબાદ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા બુધવારની રાત્રીનાં સમયે તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મિલન મહેશભાઈ પટેલ (રહે.કાકડવેલ, વડ ફળીયા, તા.ચીખલી) નાએ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ PSI એ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application