Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : ડમ્પર અડફેટે બાઈક પર સવાર વૃદ્ધનું મોત, એક ઈજાગ્રસ્ત

  • November 11, 2022 

નવસારીનાં ગ્રીડ સ્વામિનારાયણ મંદિર પાસે રોડ પર જતાં ડમ્પરે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત થયુ હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થઇ હતી. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, નવસારીનાં ગણદેવીનાં ખાપરિયા ગામે રહેતા બીતેશ મગાભાઈ હળપતિએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે, તેમના પિતા મંગાભાઈ ઢેડિયાભાઈ હળપતિ (ઉ.વ.65) તેમના મિત્ર અજય હળપતિ સાથે તેમની બાઇક નંબર GJ/21/AF/7767 લઈને ચોવીસી ગામની હદમાં અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર-48 ગ્રીડ ઓવર બ્રિજ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થતા હતા.

તે દરમિયાન પાછળથી ડમ્પર નંબર GJ/21/Y/0448નાં અજાણ્યા ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી જેને પગલે બાઈક પર સવાર મંગાભાઇ અને અજય રોડ પર પટકાયા હતા. જોકે રોડ પર પટકાતા મંગાભાઈને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા અજય હળપતિને પણ ગંભીર ઇજા પહોંચી હતી. જયારે આ અકસ્માતમાં ડમ્પર ચાલક અકસ્માત કરી અકસ્માત સ્થળેથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application