ખેરગામ તાલુકાનાં બંધાર ફળીયા ખાતે રહેતા એક શખ્સે પોતાની પત્નિ સાથે જમવા બાબતે બોલાચાલી થતા પત્નિ પિયર જતી રહેતા પતિને મન દુઃખ થતા પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર, ખેરગામનાં બંધાર ફળીયા ખાતે રહેતા ભીખુભાઈ પરસોત્તમભાઈ પટેલ (ઉ.વ.42) જેઓ ને તેમની પત્ની સવિતાબેન સાથે જમવા બાબતે બોલચાલી થતા સવિતાબેન પોતાના પિયર જતા રહ્યા હતા. જે બાબતે ભીખુભાઇ પટેલને મન દુઃખ થતા તેમણે પોતાના જ ઘરમાં અભરાઈ ઉપર લોખંડના પાઇપ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે સવિતાબેન પટેલે ખેરગામ પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application