નવાપુર તાલુકાનાં ખાંડબારાનાં ન્યુ આઝાદ મેડિકલનાં ડાયરેક્ટર રિયાઝ હાજીભાઈ અરેબિયા (ઉ.વ.39) વ્યારા જઈ રહ્યા હતાં. તે સમયે નંદુરબાર પ્લેટફોર્મ નંબર-2 પર અકસ્માતે રેલ્વે ટ્રેક પર પડી જતાં શરીર પરથી ટ્રેન ફરી જતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે આ ઘટનાથી ખાંડબારા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવાપુર તાલુકાનાં ખાંડબારા ખાતે આવેલ ન્યુ આઝાદ મેડિકલનાં ડાયરેકટર રિયાઝ હાજીભાઈ જેઓ નંદુરબારથી વ્યારા ટ્રેનમાં જવાના હોય જેથી તેઓ મંગળવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ નંદુરબાર રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર-2 પર ઉભા હતાં.
આ દરમિયાન પ્લેટફોર્મ નંબર-2 પર અકસ્માતે એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતાં શરીરના કમરથી નીચે સુધી બે ભાગમાં કપાઈ ગયું હતું. ઘણા અંગે પોલીસે સંબંધીઓને જાણ કરી કરતા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જયારે રિયાઝનાં મૃતદેહને PM માટે નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બનાવ અંગે રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500