પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે નોકરી અર્થે આવેલા પાટીલ પરિવાર પોતાના વતન મહારાષ્ટ્રમાં કાનબાનાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતાં. તે સમયે મહારાષ્ટ્ર એસટી નિગમની બસે દંપતિની મોટરસાઈકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર 33 વર્ષીય પત્ની બસનાં ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઘટના અંગે એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રનાં શિંદખેડાનાં ભડને ગામ ખાતે રહેતા અને રોજગારી માટે ચલથાણ સ્થાયી થયેલા પાટિલ દંપતિ ગતરોજ પોતાના વતન કાનબાઈનાં ધાર્મિક કાર્યક્રમમાં જઈ રહ્યા હતાં.
તે દરમિયાન સવારે 10.30 કલાકના અરસામાં નવાપુર શહેરમાં ડીજે અગ્રવાલ ઈંગ્લીશ મીડિયમ નજીક મહારાષ્ટ્રના સાક્રી ડેપોની વાપી-ધૂલિયા બસ નંબર MH/20/BL/3425નાં ચાલક બસના ચાલક જયવંત સુભાષ ભામરે સાક્રીના (ઉ.વ.36) પોતાની બસને ખાડાથી બચાવવા માટે ગફલત ભરી હંકારી મોટરસાઈકલ નંબર GJ/19/AR/8644ને અડફેટમાં લીધી હતી.
જયારે મોટરસાઈકલ પર સવાર શરદ ચુડામણ પાટીલ અને તેમની પત્ની કલ્પનાબહેન (ઉ.વ.33) રોડ પર ફંગોળાઈ ગયા હતાં. જેમાં કલ્પનાબેનનાં માથા પરથી બસનું ટાયર ફરી જતાં કલ્પનાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે નવાપુર પોલીસે બસ ચાલક વિરદ્ધુ ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500