Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજયપાલ આચાર્ય દેવવ્રજીએ પ્રાકૃતિક ખેતી કરતા સુરત જિલ્લાનાં ખેડુતો અને જિલ્લા નોડલ ઓફિસરો સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા બેઠક યોજી

  • March 07, 2023 

રાજયપાલ આચાર્ય દેવવ્રજીએ પ્રાકૃતિક કૃષિ ખેતી કરતા સુરત જિલ્લાના ખેડુતો અને જિલ્લા નોડલ ઓફિસરો સાથે પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ વ્યાપ વધે તે માટે બેઠક યોજી સંવાદ કર્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે આયોજિત બેઠકમાં રાજયપાલએ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સુરત જિલ્લાના ખેડૂતો અને અધિકારીઓ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા હોવાનું જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પર ભાર મૂકતા જણાવ્યું કે, સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી મોડેલને સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવનાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકારિત કરી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં સમગ્ર રાજ્યમાં મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે.










પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજયમાં નવી યોજના અમલમાં મુકવામાં આવનાર હોવાની વિગતો આપતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ૧૦ ગામ દીઠ એક માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવશે. આ ટ્રેનરને સરકાર મહેનતાણું ચૂકવશે. માસ્ટર ટ્રેનર પોતાના ગામોમાં ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમબદ્ધ કરશે. વેચાણ વ્યવસ્થા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧૦ ગામ દીઠ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે ટાઉન કે ગામ નક્કી કરી ખેડૂતો પોતાના પાકોનુ વેચાણ કરી શકે તે માટેની બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે આયોજન કરવામાં આવશે. વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરતા ખેડુતો પ્રથમ વર્ષે ૮ થી ૧૦ કિવન્ટલ સુધી જીવામૃત, ઘનજીવામૃતના ઉપયોગ કરે તો પણ કોઈ નુકસાન નથી.







તેનાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે. આ ઉપરાંત રાજયપાલએ પ્રાકૃતિક ખેતીક્ષેત્રે આવેલા બદલાવ અંગેની વિગતો આપી હતી. બેઠકમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ખેતીના કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં થયેલ વધારો, શાકભાજીની ઉત્તમ કવોલિટી, પ્રાકૃતિક ખેતી પેદાશોના વધુ ભાવો મળ્યા હોવાના મંતવ્યો રજુ કર્યા હતા. આ અવસરે જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૧૦ ગામદીઠ બે માસ્ટર ટ્રેનર તૈયાર કરી ગામના ખેડુતોને તાલીમ આપવામા આવશે. હાલ સુરત જિલ્લામાં ૧૯૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ૧૨૦ માસ્ટર ટ્રેનર ખેડુતો દ્રારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી રહી હોવાની વિગતો આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application