વડોદરા રેન્જ આઇજી સહિત નર્મદા જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી ધનસેરા ચેક પોસ્ટ ઉપરથી પસાર થતી ઇકો કારમાંથી સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનાં સ્ટાફે વિદેશી દારૂનો જથ્થો લઈ મહારાષ્ટ્ર તરફથી આવતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, સાગબાર પોલીસ મથકનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનાં પોલીસ જવાનો પોતાની ફરજ ઉપર હતા અને વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા..
તે દરમિયાન એક ઇકો કાર આવતાં તેના ચાલકને ઊભો રાખી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનાં 48 નંગ હોલ મળી આવ્યાં હતાં. જેની કિંમત રૂપિયા 26,880/- અને કાર મળી કુલ રૂપિયા 2,76,880/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કાર ચાલક વડોદરાના રહેવાસી રાકેશ ચીમનભાઈ પરમાર સહિત યોગેશ રમેશભાઈ શિરસાડને ઝડપી તેમની પાસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને સપ્લાય કરવામાં આવતો હતો તેના વિશેની માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500