Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂ સાથે એક યુવક ઝડપાયો

  • July 20, 2023 

રાજપીપળાનાં મોતીબાગ વિસ્તારમાંથી પોલીસે ભોયતળીયાનાં ભાગે દારૂનાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસે બાતમીનાં આધારે રાજપીપળા મોતીબાગ ખાતે રેઈડ કરતા ત્યાં રહેતા શીવાભાઇ શનુભાઇ વસાવાને પોતાના રહેણાંક મકાનમાં રસોડામાં ભોંય તળિયે બાકોરૂ પાડી ચોરખાનું બનાવામાં આવ્યું હતું. તેમાં વિદેશી દારૂનો મુદ્દામાલ રૂપિયા 34,560/- તથા 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 39,560/-નો મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદે રાખી તેમજ આ મુદ્દામાલ પરેશભાઇ દસરિયાભાઇ વસાવાઓ પાસેથી મેળવી પોતાના મકાનમાં રાખ્યો હતો. આમ, પોલીસે રેઈડ દરમિયાન પકડાઇ જઇ ગુનો કરેલા આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application