નર્મદા જિલ્લાનાં પહાડ ગામ પાસે કન્ટેનરનાં ચાલકે આગળ ચાલતી બાઈકને ટક્કર મારતા બાઇક સવાર દંપતીને ઈજાઓ પહોંચાડી હતી, જેમાં પત્નીનું મોત નિપજ્યું અને પતિને ઈજાઓ પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રસિંહ હિમંતસિંહ ગોહિલ (રહે.વોરા,મજીદવાળું ફળીયું, તા.તિલકવાડા, જિ.નર્મદા) એ આપેલી ફરીયાદ મુજબ એક કન્ટેનરનો ચાલક પુરઝડપે ચલાવી લાવી સુરેન્દ્રસિંહના ટુ-વ્હિલરને ટક્કર મારી તેમને તથા તેમની પત્ની મીનાક્ષીબેનને રોડ ઉપર પાડી દઇ તેમને શરીરે ઇજા પહોચાડી હતી. જેમાં મીનાક્ષીબેનને માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં સા૨વા૨ દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું કબજાનું કટેનર લઇ નાશી જતા તિલકવાડા પોલીસે કન્ટેનર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application