સમગ્ર નર્મદા જિલ્લામાં પોલીસ વિભાગ તરફથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લાનાં વડુમથક રાજપીપળા ખાતેના મુખ્ય માર્ગ સહિતનાં અન્ય વિસ્તારોમાં રસ્તાઓ વચ્ચે જ વાહન ચાલકો માલિકો પોતાના દ્વિચક્રી તેમજ ફોરવ્હીલ વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, જેને દૂર કરવા રાજપીપળા પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ચૌધરી પોતાના સ્ટાફના જવાનો સાથે ગતરોજ બપોરે એક વાગે મુખ્ય માર્ગ ઉપર નીકળ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર આડેધડ પાર્ક વાહનો સામે લાલ આંખ કરી હટાવાયા હતા.
તેમજ કેટલાક વાહનો ડીટેન પણ કરાયા હતા. રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર રસ્તા સાંકડા હોય લોકો આડેધણ રોડ ઉપર જ વાહનો ઉભા કરી દેતા હોય છે, જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. મુખ્ય માર્ગ ઉપર બેન્કો આવેલી હોય છે, શોપિંગ સેન્ટર પણ હોય છે, તેમાં પાર્કિંગ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર વાહન પાર્કિંગ અને ટ્રાફીક એક મોટી સમસ્યા બની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500