નર્મદા જિલ્લામાં વધુ એક અકસ્માતમાં નાના બાળકનું મોત થતાં તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર મુનીયા ઉકડીયાભાઇ કનશીયા (રહે.ચીખોડા, તા.સોંઢવા, જિ.અલીરાજપુર, એમ.પી) નાંએ પોતાની પત્ની ગોમતીબેન મુનીયાભાઇ તથા પુત્ર વિશાલ (ઉ.વ.6) તથા પુત્રી આશાબેન તથા પુત્રી સોનુબેન સાથે પોતાના ઘરેથી મજૂરી કામ અર્થે પોતાની ગાડીમાં અંકલેશ્વર જતા હતા.
તે વખતે ગેંગડીયા ગામ નજીક રોડની બાજુમાં આવેલા ઝાડની ડાળ બાઈક પર પડતા મુનીયા તથા તેની પત્ની ગોમતીબેનને ઇજા થઈ હતી. તેમજ પુત્ર વિશાલને માથાના ભાગે ગંભીર ઇજા તથા પુત્રી આશાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેમને પ્રથમ સારવાર સરકારી દવાખાના તિલકવાડા ખાતે આપી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન વિશાલનું મોત નીપજ્યું હતું તથા આશા બેભાન હાલતમાં છે તેમ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application