Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાગબારાનાં બેડાપાણી ગામે જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

  • June 24, 2023 

નર્મદાનાં સાગબારા તાલુકાનાં બેડાપાણી ગામે રેઈડ કરી જુગાર રમતા ત્રણ ઇસમોને જુગારનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, સાગબારા પોલીસે બાતમીનાં આધારે બેડાપાણી ગામે લીંમડા ફળીયામા રહેતા નવલસિંગ ભાનીયાભાઇ વસાવાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નવલસિંગ ભાનીયા ભાઇ વસાવા, કાથા કીલીયાભાઇ વસાવા અને સુભાષ જયંતભાઇ વસાવા (તમામ રહે.બેડાપાણી,તા.સાગબારા,જિ.નર્મદા) નાને ઝડપી લીધા હતા. તેમજ તેમની અંગઝડતી દરમિયાન રોકડા રૂપિયા 7,600/- તથા દાવ ઉપરનાં રોકડા રૂપિયા 3,600/- મળી કુલ રોકડા રૂપિયા 11,200/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News