રાજપીપળા તાલુકાનાં હદ વિસ્તારમાં આવેલી ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ સહિત ખેતીનાં ઓજારોના વેચાણ કરતી દુકાનનાં તાળા તોડી રૂપિયા 2,97,350/-નાં સાધન સામગ્રીની ચોરી થતાં આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ખામર ચોકડી પાસે આવેલ એગ્રી બીઝનેસ સેન્ટર નામની દુકાનનાં સટલનાં તાળા તોડી દુકાનમાં વેચવા માટે મુકેલી દવા છાંટવાના 51 પંપો કિંમત રૂપિયા 1,29,948/- તથા બોટ મશીન જેની કિંમત રૂપિયા 54 હજાર અને જંતુ નાશક દવાઓ જેની કિંમત રૂપિયા 1,13,402 મળી કુલ રૂપિયા 2,97,350/-નો સામાન ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ ફરાર થઇ ગયો હતો. જોકે દુકાનનાં તાળા તોડી ચોરી થયાની જાણ દુકાન માલિક યોગેશ ચીમનભાઈ પટેલને થતાં તેઓએ આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500