Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદનાં રાણીપરા ગામે બાઈક ચાલકને નજીવી બાબતે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે મહિલા સહીત ચાર સામે પોલીસ ફરિયાદ

  • August 04, 2023 

નર્મદાનાં નાંદોદ તાલુકામાં આવેલાં રાણીપરા ગામમાં બાઈક અથાડતા થયેલી માથાકુટ બાદ માર મારનાર ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ થતાં રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મળતી મહિતી અનુસાર, નટવરભાઈ તલશીભાઈ વસાવા (રહે.રાણીપરા, વચલું ફળીયુ)નાંએ ગત તા.2 જુલાઈએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા પ્રફુલભાઈ મનજીભાઈ વસાવા ખેતરેથી ઘરે પરત આવતા હતા. તે વખતે ગામના જીતેન્દ્રભાઈ ફકીરભાઈ વસાવાની મોટરસાયકલ પ્રફુલભાઈ મનજીભાઈ વસાવા સાથે અથડાયેલી અને બોલાચાલી કરેલી હતી. ત્યારબાદ જીતેન્દ્રભાઈ ફકીરભાઈ વસાવા, ફકીરભાઈ ભંગાભાઈ વસાવા, વનિતાબેન ફકીરભાઈ વસાવા અને સર્જનાબેન ફકીરભાઈ વસાવા તમામ (રહે.રાણીપરા તા.નાંદોદ જિ.નર્મદા)નાંઓએ ઘટના સ્થળે આવી નટવરભાઈને પકડી લાકડા વડે બે સપાટા મારી ઇજા કરેલી હતી. ત્યારબાદ આ તમામે ઢીકાપાટુઓનો મુઢમાર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application