Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહન ચેકીંગમાં પોલીસે ચોરી કરેલ બાઈક સાથે યુવકને ઝડપી પાડ્યો

  • February 02, 2023 

પોલીસ અધિક્ષકે નર્મદા જિલ્લામાં બનતા મિલ્કત સબબ અનડીટેક્ટ ગુનાઓને ડીટેક્ટ કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને ખાનગી બાતમીદારથી બાતમી મેળવવા તજવીજ કરી હતી. તે દરમિયાન એલ.સી.બી. સ્ટાફ રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા. ત્યારે એક શંકાસ્પદ ઇસમ નંબર પ્લેટ વગરની બાઈક લઇને આવતા તેને રોકી તેનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ લાલુ સાધુભાઇ ચૌહાણ (હાલ રહે.રામનગર, વિઠ્ઠલમંદિર પાસે, નવસારી, મુળ રહે.બીલઝરી તા.સોઢવા જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ)નાં હોવાનું જણાવ્યું હતું.





જોકે આ મોટર સાયકલના સાધનિક કાગળોની પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ આપતા મોટર સાયકલ પોકેટ કોપમાં સર્ચ કરતાં મોટર સાયકલ માલીક નવસારી જિલ્લાનો હોય અને આરોપી પાસે મોટર સાયકલના કોઇ આધાર પુરાવા ન હોય તેની વિશેષ પુછપરછ કરતાં તેણે આ મોટરસાયકલ નવસારી જિલ્લાના વિજલપોર મેઇન રોડ ઉપરથી રાત્રીના સમયે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ મોટર સાયકલ બાબતે નવસારી જિલ્લામાં તપાસ કરતાં નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ ચોરી ગુનો રજીસ્ટર થયેલો હોય જેથી આ મોટર સાયકલ કબજે કરી તથા આરોપીને અટક કરી રાજપીપલા પોલિસ સ્ટેશનને સોંપવા આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application