નર્મદાનાં ડેડીયાપાડા તાલુકાનાં પાટવલી ગામે પત્ની પર હુમલો કરનારા પતિની પોલીસે ધરપકડ કરી હતી. બનાવની વિગત એવી છે કે, પત્ની માતાના બારમાની વિધિમાં ગઇ હતી અને પરત આવ્યાં બાદ પતિએ તેને માર માર્યો હતો જે બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, દેડીયાપાડા તાલુકાનાં પાટવલી ગામ ખાતે રહેતા આરોપી રામસીંગ વસાવાને એક પત્નિ હોવા છતાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી ફરિયાદી કુસુમબેન સાથે પ્રેમ સંબંધ બાંધતાં લગ્ન કર્યાં હતાં, અમુક સમય લગ્ન જીવન સુખ શાંતિથી ચાલ્યા બાદ બંને વચ્ચે ઝગડો શરૂ થઇ ગયો હતો.
જોકે કુસુમની માતાનું મોત થતા તેના બારમાની વિધિમાં તે પોતાનાં પિયર ચિકદા ગામે ગઈ હતી જે ગત તા.12મી તારીખે પરત ફરી હતી. જયારે ઉશ્કેરાયેલાં પતિએ તેની પર શંકા રાખી ઝગડો કરી ચપ્પુથી હુમલો કર્યો હતો. કુસુમ પોતાનો જીવ બચાવવા માટે બીજાના ઘરમાં નાસી છુટી હતી. બનાવ અંગે તેણે પોતાના પતિ રામસિંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેડિયાપાડામાં બનેલી ઘટનામાં પત્ની દોડીને પાડોશીના ઘરે ચાલી જતાં તેનો બચાવ થયો હતો. પત્નીએ તેનો પતિ શારિરીક અને માનસિક રીતે ત્રાસ આપતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application