Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડિયાપાડાનાં ગારદા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

  • February 03, 2023 

નર્મદાનાં દેડિયાપાડા તાલુકાનાં ગારદા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. જોકે દીપડાનાં ભયના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાય રહયાં છે અને પશુઓને કઈ રીતે બચાવું તે મોટો પ્રશ્ન આવીને ઉભો થયો છે. મળતી માહિતી મુજબ, ગારદા ગામનાં મુકેશ વસાવાની સાડા ચાર વર્ષની વાછરડી ત્રણ દિવસ પહેલા જ એમના મિત્ર જીવરાજને ભાગે આપી હતી.





જયારે ગતરોજ વહેલી સવારે દોઢ વાગ્યાની સુમારે ઘરની બહાર વાડામાં બાંધેલા પશુઓનો અવાજ આવતા જીવરાજભાઈ રાશલભાઈ વસાવાએ બેટરી મારતાં જોયું તો એક દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું અને જેવી દીપડા પર બેટરી પડી દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દીપડાનાં આતંકથી ગારદા ગામનાં પશુપાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના બાદ પશુપાલક મુકેશ વસાવાએ વન વિભાગનાં કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો અને પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application