નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં ખડગદા ચોકડી પર રહેતી યુવતી ઘરમાં કોઈને કંઈ કહ્યા વિના ચાલી જતા માતાએ પુત્રી ગુમ થવા બાબતે ગરુડેશ્વર પોલીસને જાણ કરી છે. મળતી માહિતી અનુસાર, નયનાબેન પન્નાભાઇ તડવીએ જાણ કર્યા મુજબ, તેમની પુત્રી હિનાબેન શરીરે કાળા કલરની લેંગીશ તથા રાખોડી કલરનો ટોપ તથા આછા કાળા કલરનો ટોપી વાળો સ્વેટર પહેરેલો છે.
જોકે આ હિનાબેન પન્નાભાઇ તડવી ઉંમર વર્ષ 25 વર્ષની ગઈ તા.10/02/23નાં રોજ રાત્રીના સમયે ઘરના કોઈ પણ સભ્યોને કંઈ કહ્યા વગર ક્યાંક જતી રહેલી છે. તેના ડોક્યુમેન્ટ જે ફાઇલમાં મુકતી હતી તે ફાઇલ પણ ઘરમાં નથી, તેની તપાસ કરતા કરાવતા આજદિન સુધી નહિ મળતા ગરુડેશ્વર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500