નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં ચિત્રાખાડી ગામે માસીનાં ઘરે લગ્નમાં જવાની પિતાએ ના પાડતાં પુત્રએ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. નર્મદાનાં ચિત્રાખાડી ગામે રહેતાં 20 વર્ષીય રાજેન્દ્ર ભાયલાલ તડવીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ભાયલાલ તડવીએ જણાવેલ કે અત્યારે અમારા ખેતરમા કામ ચાલુ છે. એટલે રાજેન્દ્રએ કહ્યું કે, હું ખેતરમાં કામ કરી કરીને થાકી ગયેલ છું જેથી મારે માસીનાં ઘરે જવાનુ છેજેથી ખેતી કામ હોવાને કારણે કહ્યું કે, તારે તારી માસીનાં ઘરે જવાનું નથી તેમ કહેતા રાજેન્દ્રને મનમાં ખોટું લાગી આવ્યું હતું.
જેથી ચિત્રાખાડી ગામે પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેની પ્રાથમિક સારવાર તિલકવાડા ખાતે કરાવી વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો હતો. જયાં તેનું મોત નીપજયું હતું. ખેતરમાં કામગીરી ચાલી રહી હોવાથી પિતાએ પુત્રને લગ્નમાં જવાના બદલે તેમને મદદ કરવા માટે કહયું હતું તેમાં પુત્રને ખોટું લાગી ગયું હતું અને તે પોતાના ઘરમાં રહેલી ઝેરી દવા પી લીધી હતી. દવા પી લીધા બાદ તેની તબિયત લથડી હતી. બનાવ અંગે તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application