નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં પ્રતાપનગર ગામમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરતા જુગારનાં મુદ્દામાલ સાથે ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક નાશી છૂટ્યો હતો. મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીનાં આધારે આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પ્રતાપનગર ગામમાં રેડ કરી હતી. જોકે પોલીસે જુગાર રમતા લીલા મહેન્દ્રભાઇ વસાવા, સોમા શામળભાઇ વસાવા અને રાવજી રેવાભાઇ વસાવાને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ રૂપિયા 58,480/-નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન સુભાષ ઉર્ફે લાલો રાજેન્દ્ર વસાવાભાગી છુટતા વોન્ટેડ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application