નાંદોદ તાલુકાનાં નિકોલી ગામમાં ડોકટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરનાર બોગસ ડોકટરને એસ.ઓ.જી.પોલીસે ઝડપી કાયદેસર પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી. મળતી માહિતી મુજબ, ડો.રાજેન્દ્ર ટીલા પાટીલ (હાલ રહે.નિકોલી, તા.નાંદોદ, જિ.નર્મદા, મુળ રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)નાએ નિકોલી ગામમાં કનુ બેચરભાઇ પટેલનાં મકાનમાં, ગુજરાત મેડીકલ કાઉન્શીલ અમદાવાદનું એલોપેથીક મેડીકલ પ્રેક્ટીશ અંગેના પ્રમાણપત્ર ન હોવા છતાં, ડીગ્રી વગર પોતાના કરવા અનુભવનાં આધારે ત્યાં એલોપેથીકની પ્રેક્ટીશ કરી, એલોપેથીક ટેબલેટો, પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ, ઈન્જેક્શનો ગોળીઓ તથા એલોપેથીક મેડીકલ પ્રેક્ટિસ કરવા અંગેની સાધન સામગ્રી સાથે પોલીસે પકડી લીધો હતો. જોકે પોલીસે દવાખાનામાંથી રૂપિયા 64,745/-નો મુદ્દામાલ ઝડપી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તે રીતે મેડીકલ પ્રેક્ટીશ કરતા પકડાઈ જતા એસ.ઓ.જી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આમલેથા પોલીસને સોંપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500