નર્મદા જિલ્લામાં થયેલા અનડિટેક્ટ ચોરીઓ અને ગુનાઓ છે. જેને ડિટેક્ટ કરવા નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ LCB નર્મદાને પરિણામ લક્ષી કામગીરી માટે સુચના આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ જિલ્લાની અનડિટેક્ટ મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવા સારૂ એલ.સી.બી. સ્ટાફને સુચન કરતાં એલ.સી.બી. સ્ટાફ રાજપીપલા જીતનગર ખાતે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક ઇસમ નંબર વગરની હિરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ દોરીને લઇ જતો હતો. તેની શંકાસ્પદ હીલચાલ લાગતા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ.નાઓએ આ ઇસમ જોતા સદર ઇસમ અગાઉ મોટર સાયકલ ચોરીના ગુનાના કામે વોન્ટેડ હવાથી તેને ઓળખી લીધો હતો.
તેને રોકી તેનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ વિક્રમ ઉર્ફે પિયા કિરસીંગ ઉર્ફે કેલીયા વસાવા (રહે.મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તા.અક્કલકુવા સાકલી ઉમરગામનો) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેની નંબર વગરની હીરો એફ.એફ ડીલક્ષ મોટર સાયકલ અંગે પુછપરછ કરતાં ગલ્લા-તલ્લા કરતો હતો તેમજ સંતોષકારક જવાબ નહોતો આપતો. સદર હિરો એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ છળકપટથી અથવા ચોરી કરેલી હોવાનું જણાઇ આવતા જે બાઈક તેની પાસેથી મળી જેની ચોરી કરી હતી. તે બાબતે આ ઇસમને વિશેષ પુછપરછ કરતાં આ મોટરસાયકલ તેણે આજથી ચાર દિવસ પહેલા રંગવધુતથી આગળ આવેલા ચિત્રાવાડી ગામ પાસેની એક સોસાયટીમાંથી રાત્રિ દરમિયાન ચોરી કરેલી હોવાની અને સદર મોટર સાયકલ ચોરી કરીને લઇ જતા હોવાની કબુલાત કરી હતી.
સદર મોટરસાયકલ બંધ પડી ગઈ હોવાથીથી આ મોટરસાયકલને નજીકમાં અવાવરૂ જગ્યા આવતા ઝાડી-ઝાંખરમાં સંતાડી દઇને અક્કલકુવા જતો રહ્યો હતો. જે બાઈક લેવા આવતા મોટરસાયકલ બંધ હાલતમાં હતી. જેને દોરીને લઇ જતો હતો. એ દરમિયાન એલ.સી.બી. સ્ટાફ દ્વારા ઝડપી પાડ્યો. આરોપીને ચોરીની બાઈક સાથે વધુ તપાસ અર્થે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500