Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાગબારાનાં નરવાડી ગામની સીમમાં આવેલ કૂવામાં નાહવા પડેલ યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું

  • July 27, 2023 

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકામાં નરવાડી ગામની સીમમાં આવેલા કૂવામાં નાહવા પડેલા યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રમીલા મગનભાઇ વસાવા (રહે.નરવાડી, તા.સાગબારા)નાંએ પોલીસને જાણ કર્યા મુજબ દિનેશ મગનભાઇ વસાવા (ઉ.વ.35, રહે. નરવાડી,તા.સાગબારા) વિનોદ ભીમસીંગભાઇ પાડવીના ખેતરમાં ડાંગર રોપવા માટેની મજૂરી કામ કરવા માટે ગયેલા અને ડાંગર રોપવાની કામગીરી ચાલુ કરવાની થોડીવાર હોવાથી જેથી દિનેશ મગન વસાવા, દિનેશ બારકાભાઇ વસાવા, કાલુભાઇ રવકીયાભાઇ વસાવા સહિતનાએ ખેતરમાં આવેલા કુવાના પાણીમા નાહવા માટે ઉતરેલા અને કુવાના પાણીમા નાહતા હતા. તે વખતે દિનેશ મગનભાઇ વસાવા અચાનક કુવાના ઉંડા પાણીમા ડૂબી જતા તેમનું મોત નિપજતાં સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News