Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદનાં અમરપુરા, કુમસગામ અને વિરસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને નશાકારક પદાર્થોનાં ઉપયોગ અટકાવવા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

  • February 11, 2023 

ભારત સરકારના નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં ડ્રગ્સ અને સબસ્ટન્સ અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે નર્મદા જિલ્લામાં વિવિધ સત્તામંડળો, સંસ્થા-એજન્સીઓના સંકલનમાં રહીને એક્શન પ્લાન તૈયાર કરાયેલો છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારના નેતૃત્વમાં જિલ્લાના બાળકોને નશામુક્ત કરવાના ઉમદા આશય સાથે નાંદોદ તાલુકાનાં અમરપુરા, કુમસગામ અને વિરસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને નશાકારક પદાર્થો, ડ્રગ્સ, સાઈકોપેટ્રીક પદાર્થોના ઉપયોગ અટકાવવા અંગે જનજાગૃતિ કાર્યક્રમોનું ઝુંબેશરૂપ આયોજન કરવામાં આવ્યું હતું.





આ પ્રસંગે શાળાના શિક્ષકો, ગામના આગેવાનો, યુવાનો સહિત ગ્રામજનોને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખતા ડ્રગ્સ-સાયકોપેટ્રીક પદાર્થ તેમજ અન્ય વસ્તુઓથી થતી આડ અસર તથા બાળ વિકાસ અને બાળ સુરક્ષાને નુકશાન કરતા પરીબળો અંગે ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ કરી જાગૃત કરવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ 2015ની કલમ 77 અનુસાર બાળકોને નશીલી દારૂ અથવા નારકોટિક્સ ડ્રગ્સ અથવા સાઈકોટ્રોપિક પદાર્થ આપવાની સજા 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ કલમ 78 હેઠળ ઉક્ત પદાર્થોના વેચાણ, હેરાફેરી, દાણચોરી કરવા માટે બાળકનો ઉપયોગ કરવા બદલ 7 વર્ષની કેદ અને 1 લાખ સુધીના દંડના પ્રાવધાન અંગે પણ કાયદાકીય માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application