નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનાં નિંગટ ગામ પાસે પૂરઝડપે આવતી ઈકો કારનાં ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણને ઈજાઓ થઈ હતી. મળતી માહિતી અનુસાર, નરપતભાઇ ગોવિંદભાઇ વસાવાની ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ઇકો ગાડીના ચાલકે પોતાની ફોર વ્હીલ ગાડી પૂરઝડપે હંકારી લાવી તેમની હોન્ડા સાઇન બાઈક સાથે એક્સિડન્ટ કરી દેતા તેમને ડાબા ખભા ઉપર તથા શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી.
તેમજ તેમના મિત્રોમાં અવિનાશ વસાવાને ડાબા હાથમાં ફ્રેકચર કરી તેમજ મીનેશ વસાવાને માથાના પાછળના ભાગે ઇજા પહોચાડી હતી. જયારે મરનાર ગણપત વસાવાને કપાળના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન લઈ જતા મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ઈકો ગાડીમાં સવાર ચાલક વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application