Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરવા ગામનાં ટોલનાકા પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત

  • February 09, 2023 

કેવડિયા ગામનાં રહેવાસી નરેશ સોમાભાઈ તડવી (ઉ.વ.38) નાઓ પોતાના કબજાની નંબર વિનાની પલ્સર મોટરસાયકલ લઈ કોઈ કામ અર્થે નીકળ્યા હતા. જોકે કામ સમાપ્ત કરી પરત ઘર તરફ જતા હોય દરમિયાન તિલકવાડા તાલુકાનાં સુરવા ગામ નજીક આવેલા ટોલનાકા પાસે આવતા અચાનક મોટરસાયકલના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવ્યો હતો. જયારે ​​​​​​​કાબુ ગુમાવતા મોટરસાયકલ ડિવાઇડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.



આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક નરેશ સોમાભાઈ તડવીને માથાનાં ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application