Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડીયાપાડાનાં દાબદા ગામનાં દંપતીને અકસ્માત નડતા પત્નીનું મોત

  • March 02, 2023 

દેડીયાપાડાનાં દાબદા ગામના દંપતી બાઈક લઈને માંચ ચોકડી તરફ જતા હતા ત્યાં મુખ્ય માર્ગ પર જ બાઈક સામે કૂતરું આવી જતા દંપતી બંને ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં પત્નીનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાની માંચ ચોકડી આગળના માર્ગ પરથી પસાર થતા દેડીયાપાડાના દાબદા ગામની ડુંગરી ફળીયામાં રહેતા શૈલેષ વસાવા પત્ની સાથે બાઇક લઇને પસાર થઇ રહયાં હતાં. તે દરમિયાન રસ્તામાં કૂતરૂ આવી જતાં તેમણે અચાનક બ્રેક મારતાં શૈલેષ વસાવા અને તેમના પત્ની રોડ પર પટકાયાં હતાં. જેથી બાઇક ચાલકનાં પત્ની સુમિત્રાને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application