નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં એક ગામની સગીર બાળાને બપોરનાં સુમારે નદી કિનારે એકલી જોતા નજીકનાં ગામના યુવકની દાનત બગડતા બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મની કોશીસ કરી હતી. જોકે પરિવારે યુવક વિરુદ્ધ સાગબારા પોલીસમાં ફરિયાદ કરી હતી. બનાવ અંગે પોલીસે આ યુવાન વિરુદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સાગબારાનાં એક ગામની આ 9 વર્ષની બાળકી નદી કિનારે રમતી હતી.
ત્યાં તેની એકલતાનો લાભ લઈને સેલંબા ગામના આંબાવાડી ફળિયામાં રહેતા મહેમુદ દગડુ મન્સૂરીએ આ બાળકીને એકલી હતી ત્યારે પકડી તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. જોકે બાળકીએ બુમરાડ કરતા સ્થાનિકો દોડી આવ્યા અને આ યુવક ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે યુવક સામે પોક્સો અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application