Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : ચોરીની બાઈક સાથે મહારાષ્ટ્રનાં બે યુવકો ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ

  • May 24, 2023 

નર્મદાએ જિલ્લામાં બનતા ગુનાઓને અંકુશમાં રાખવા માટે સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ ગુના ડીટેક્ટ કરવા તથા વાહન ચેકીંગમાં રહેવાની સુચના આપી હતી. એલ.સી.બી. પોલીસ સ્ટાફ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંકાલા ગામના બસ સ્ટેન્ડ નજીક વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની કાળા કલરની શંકાસ્પદ હોન્ડા શાઇન મોટર સાયકલ ચાલક આવતા તેને રોકી ચાલક તથા પાછળ બેસેલ ઇસમોનું નામઠામ પુછતા તેમણે પોતાનુ નામ, નૂર હુસેન ઉર્ફે ભીખુ સમસુદ્દીન મકરાણી (રહે.પ્રતાપપુર, તા.તલોદા જિ.નંદુરબાર,મહારાષ્ટ્ર) અને અબ્દુલ મનાન ફતેહ મોહંમદ બલુચી (રહે.જમાદાર ફળીયુ, બચુ નગર, અક્કલકુવા, તા.અક્કલ્કુવા, જિ.નંદુરબાર,મહારાષ્ટ્ર) જણાવેલ.






તેમજ આ હોન્ડા શાઇન મોટર સાયકલનાં કાગળો વિશે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ મળતા, તે જીણવટ પૂર્વક તપાસ કરી હતી. સંતોષકારક જવાબ આપતો ન હોવાથી આ બાઈકના એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપમાં સર્ચ કરતાં બાઈક માલીક થવા જી.નેત્રગ જી.ભરૂચ ખાતે હોવાનું જણાતુ હોય માટે મોટર સાયકલ અંગે વધુ તપાસ કરતાં આ મોટર સાયકલ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી હોવાનું જણાઇ આવતાં બંનેને ચોરીના ગુનામાં અટક કરી વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને સોંપાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application