વિધાનસભા ચૂંટણી પૂર્વે ચાપટ ગામમાથી બે હાથ બનાવટની બંદૂક તથા બિયર ટીન સાથે બે યુવકોને ગરૂડેશ્વર પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ બંને વિરુદ્ધ અલગ-અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને શખ્ત રીતે ગેરકાયદેસરની હથિયારની હેરાફેરીનું વેચાણ કરતા ઈસમો તેમજ પ્રોહીબીશનનાં દુષણ ડામવા માટે ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી વધુમાં વધુ ગેરકાયદે રીતે થતી કામગીરી કરતા ઈસમો પકડી પાડવા સુચના આપેલી છે.
જે આધારે નાયબ પોલીસ અધિક્ષક કેવડિયા ડિવિઝનના માર્ગદર્શન અને સુચના આધારે, તેમજ સર્કલ પોલીસ ઈન્સપેક્ટર કેવડિયાની દોરવણી હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફની મદદથી રાત્રી રાઉન્ડ દરમિયાન મળેલી બાતમીનાં આધારે ચાપટ ગામે માળ ફળીયામાં રહેતા મુકેશ મગુ વસાવા તથા ઈદ્રીશ દખીયા વસાવા (બંને રહે.ચાપટ ગામ, માળ ફળીયુ, ગરૂડેશ્વર જિ.નર્મદા) નાઓ પોતાના ઘરે ગેરકાયદેસર હથિયાર રાખે છે.
જોકે બાતમી આધારે જગ્યાએ જઈ ટીમો બનાવી રેડ કરતા મુકેશ વસાવાના ઘરના ખુણામાંથી એક ગે.કા રીતે લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની મઝરલોડ બંદૂક કિ. રૂ. 2000 સાથે પકડી પાડ્યો હતો. તેમજ ઈદ્રીશ વસાવાના ઘરે તપાસ દરમિયાન એક ગે.કા રીતે લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની મઝરલોડ બંદૂક કિ. રૂ. 2000 તથા ઘરના માળીયા ઉપર ઇંગ્લીશ દારૂના બીયર નંગ 48 કિ. રૂ. 4800 સાથે પકડી પાડી ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં આ બંને વિરુદ્ધ અલગ-અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500