નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર પાસેથી એક ટ્રકમાં ક્રૂરતા પૂર્વક પશુઓ બાંધી ટ્રકમાં હેરાફેરી કરતા સેલંબના બે શખ્સોને ગરૂડેશ્વર પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગરુડેશ્વર પોલીસની ટીમ રેલ્વે ફાટક પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક મોટી ટ્રક આવતા ગાડીમાં પશુઓ ભરેલા હતા. પોલીસે જોયું તો ટ્રકમાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની સગવડ કરેલ ન હતી અને અતિક્રૂરતાપૂર્વક પશુઓથી હલનચલન કરી ન શકાય તે રીતે ટ્રકમાં બાંધેલ હતા.
જેથી ગરુડેશ્વર પોલીસની ટીમે ગાડી ચાલકની પૂછપરછ કરતા અને પશુઓ હેરાફેરી કરવા અંગે આધાર પુરાવા માંગતા કોઈપણ પ્રકારના આધાર પુરાવા મળી આવેલ નહીં. આમ ગરુડેશ્વર પોલીસે કુલ 16 પશુ જેની અંદાજે કિંમત રૂપિયા 1,60,000/- તથા ટ્રક કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 6,60,000/-ના મુદ્દામાલ સાથે સેલંબાના અયાદ હુસેન ઝાકીર હુસેન મકરાણી અને મુજફ્ફર જાફર મકરાણી બંનેને ઝડપી તેમના વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500