સાગબારા ચેક પોસ્ટથી એક ટેમ્પામાં લસણની ગુણોમાં અફીણનાં દોડા ભરેલા કોથળા સંતાડી બે ઈસમો મહારાષ્ટ્ર થઇ નર્મદા જિલ્લામાં આવે છે એવી બાતમીનાં આધારે રાજ્યની મુખ્ય અને આંતરિક તમામ ચેકપોસ્ટ પર કડક ચેકીંગ નર્મદા LCB અને SOGની ટીમોએ સંયુક્ત ઓપરેશાન હાથ ધરી ગુજરાત રાજ્યમાં ફેલાતો આ નાસિલો પદાર્થનો મોટો જથ્થો પોલીસે ઝડપી પડતા બુટલેગરોમાં દોડધામ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, SOG તથા LCB નર્મદા પોલીસ મહાનિરીક્ષકએ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી ગેરકાયદેસર હેરાફેરીની પ્રવૃત્તિને ડામવા માટે તથા માદક પદાર્થોની હેરાફેરીને નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચના આપી હતી.
તે સમયે મહારાષ્ટ્ર તરફથી એક કેસરી કલરનો આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ પોષ ડોડાની બોરેઓ લઇને જાય છે. જે ચોક્કસ બાતમીનાં આધારે સાગબારા જુના આર.ટી.ઓ. ચેકપોસ્ટ આગળ નાકાબંધી દરમિયાન બાતમીવાળો આઇસર કેસરી કલરનો ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા તેમણે પોતાનું નામ ભંવરલાલ સુડારામ બિશ્નોઇ અને અણદારામ શૈતાનારામ બિશ્નોઇ જણાવ્યું હતુ. તેમના આઇસર ટેમ્પાની તપાસ કરતાં લસણની બોરીઓની નીચે તપાસ કરતાં મીણીયા થેલાઓમાં માદક પદાર્થ અફીણના પોષ ડોડા મળી આવતા બંને આરોપીઓને માદક પદાર્થની હેરાફેરી કરવા સબબ અટક કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application