નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ રંગ અવધૂત મંદિર નજીકમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે જુગારીઓને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર, રાજપીપળા પોલીસે બાતમીના આધારે રાજપીપળાના પ્રવેશદ્વારા પાસે આવેલા રંગ અવધૂત મંદિર પાસે આવેલી આમલેટની લારી નજીકમાં પોતાના મોબાઇલ ફોન દ્વારા પોતાના આર્થિક ફાયદા સારૂ એશીયા કપ-2023ની ક્રિકેટ મેચમાં પોતાના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની ક્રિકેટ લાઈવ લાઈન તથા ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ્લીકેશનમાં સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની મેચનો સટ્ટો રમતા હતા. ક્રિકેટના રન ફેરના પૈસા વડે હારજીતનો સટ્ટા બેટીંગનો જુગા૨ રમી રમાડી ક્રિકેટ મેચ દરમિયાન બે ઈસમો દિપક કંચનભાઈ પટેલ (રહે.હજરપુરા તા.નાંદોદ જી.નર્મદા) અને પ્રદિપસિંહ જીતસિંગ અંબાલીયા (રહે.માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા) પાસેથી બે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 13,020/-ના મુદ્દામાલ મળી આવતા આ બંનેને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application