Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બંધ ઘરમાંથી રૂપિયા 3.49 લાખની ચોરી કરી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ

  • August 25, 2022 

નર્મદાનાં રાજપીપળાને અડીને આવેલા વડીયા ગામની રોયલ સનસિટીમાં રહેતા દંપતીનાં ઘરમાંથી રોકડા રકમ અને દાગીનાની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બનાવની વિગત એવી છે કે, રાજુભાઈ ડાહ્યાભાઈ રોહિત (રહે.પોઇચા) નાએ આપેલી ફરિયાદ મુજબ તેના મિત્રનાં દાદા કનુભાઈ નાનજીભાઈ સોલંકીનાં વડીયા ખાતે આવેલા રોયલ સનસિટી-3 મકાનનું તાળું તોડી કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી ફરાર ગયા હતા.




જોકે પોલીસે આવીને તપાસ કરતા ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,49,600/-ની ચોરી થતાં રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે સોસાયટીમાં કેટલાક CCTV કેમેરા બંધ છે જેના કારણે ચોર સુધી પહોંચવું અઘરું બન્યું છે. જયારે જેના ઘરમાં ચોરી થઈ છે તે ઘર માલીકનું ઓપરેશન થયું હોવાથી આ દંપતી હાલ વડોદરાની એક હોસ્પિટલમાં છે જેના કારણે તેમના પૌત્રનાં મિત્રએ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application