નર્મદા જિલ્લાનાં રાજપીપળાથી ગરૂડેશ્વર તરફ જતાં ભાણદ્રા પુલ ઉતરતા ત્રણ રસ્તા પર લાકડાની કેબિનની બાજુમાં ઝાડ પડી જવાના કારણે આ ઝાડનો અડધો ભાગ મુખ્ય રોડ પર પડ્યો હતો જેને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા વાળા પ્રવાસીઓ અને તિલકવાડા, ડભોઇ, બોડેલી જવાના માર્ગે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટના અંગેની જાણ જિલ્લા પોલીસ અધિક્ષકને થતા તેમની સૂચનાથી ટ્રાફિક ટીમ નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાની વાન તત્કાલિક ટ્રાફિક પી.એસ.આઇ. સ્થળ પાર પહોંચી ટ્રાફિક શાખાના જવાનોની મદદથી આ ઝાડને ટ્રી-કટીંગ મશીનથી કાપીને માત્ર અડધા કલાકમાં જ આ અવરોધ દૂર કરીને વાહન વ્યવહારની અવરજવર માટે રસ્તો ખૂલ્લો મુકાયો હતો.
જોકે આ બાબતે ટ્રાફિક PSIએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અમારી ટ્રાફિક શાખાના વાનની સાથે ટ્રી-કટીંગ મશીન અને રસ્તા વચ્ચે અવરોધ રૂપ હોય તેવા ચાર ટન વજન સુધીના અવરોધોને ક્રેનથી દૂર કરવાની ક્રેન સુવિધા તથા રાત્રિના અંધકારમાં જો આ પ્રકારની કામગીરી કરવાની જરૂરીયાત ઉભી થાય તો સોલાર લાઈટની સુવિધા સાથેની જરૂરી સામગ્રી સાથે અમારી ટીમ સજ્જ છે.
તેમજ ભારે વરસાદને લીધે સર્જાતી પરિસ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પાણીમાંથી અવર-જવર ન કરવા તેમજ જરૂર પડે સલામત સ્થળે ખસી જવા વગેરે જેવી બાબતોથી પ્રજાજનોને વાકેફ કરી લોકોને સાવચેત રહેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500