Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, પોલીસે તપાસ શરૂ

  • December 13, 2022 

તિલકવાડા તાલુકાનાં પહાડ ગામનાં 28 વર્ષીય યુવકે કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે  પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, તિલકવાડા તાલુકાનાં પહાડ ગામે રહેતા 28 વર્ષીય યુવક રણજીત પ્રેમાનંદ બારીયા જેઓ ગત સોમવારનાં રોજ બપોરનાં સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પહાડ ગામે પોતાના ઘરે ઝેરી દવા પીધી હોવાની ઘટના બની હતી.




જોકે યુવકે ઝેરી દવા પી જતાં તેના પરિજનો તેની સારવાર અર્થે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે અર્ધ બેભાન અવસ્થામાં તેને લાવ્યા હતા. જયારે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને વડોદરા SSG હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતાં. હાલ દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે તિલકવાડા પોલીસને જાણ થતાં પોલીસે જાણવાજોગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application